Pages

PM મોદી :વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરી વડાપ્રધાન અમદાવાદ જવા રવાના, ગુજરાતને પ્રાથમિક સર્વેના આધારે 500 કરોડનું રાહત પેકેજ આપી શકે છે

PM મોદી :વાવાઝોડા પ્રભાવિત વિસ્તારોનું નિરીક્ષણ કરી વડાપ્રધાન અમદાવાદ જવા રવાના, ગુજરાતને પ્રાથમિક સર્વેના આધારે 500 કરોડનું રાહત પેકેજ આપી શકે છે


ભાવનગરમાં સીએમએ વડાપ્રધાનનું સ્વાગત કર્યું.

સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાત સુધીના જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે
રાજ્યના 23 જિલ્લાના 176 તાલુકામાં તાઉ-તે વાવાઝોડાને કારણે સામાન્યથી ભારે વરસાદ નોંધાયો.

રાજ્યમાં તાઉ-તે વાવાઝોડાએ વિનાશ વેર્યો છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક દિવસીય હવાઈ નિરીક્ષણ માટે આજે ગુજરાતની મુલાકાતે છે. તેમણે ભાવનગરથી હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું છે. વડાપ્રધાન 1 કલાક ને 50 મિનિટ હવાઈ નિરીક્ષણ કર્યા બાદ હવે ભાવનગર એરપોર્ટ પહોંચ્યા છે. હવે ભાવનગરથી અમદાવાદ આવવા રવાના થશે, જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણી તેમજ રાજ્યના વરિષ્ઠ સચિવો સાથે સમીક્ષા બેઠક યોજીને સ્થિતિનું આકલન કરશે. વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 500 કરોડ સુધીના રાહત પેકેજ અપેક્ષા છે. પીએમ મોદી પ્રાથમિક સર્વેના આધારે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે.

પીએમ મોદી પ્રાથમિક સર્વેના આધારે રાહત પેકેજની જાહેરાત કરી શકે છે

અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલ સહિતના સ્ટાફના કોરોના ટેસ્ટ કરાયા
અસરગ્રસ્ત વિસ્તારોનું નિરીક્ષણ કર્યા બાદ વડાપ્રધાનનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થશે. અમદાવાદ એરપોર્ટ પર સીએમ સહિત મંત્રીમંડળ અને ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરશે. કોરોનાના વધતા કેસને લઈને અમદાવાદ એરપોર્ટ પર ગુજસેલ સહિતના સ્ટાફનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. આમાં 106 વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જોકે તમામના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. ગુજસેલની ફરતે ચુસ્ત સુરક્ષા-બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

વાવાઝોડાને કારણે થયેલા કરોડોના નુકસાન સામે ગુજરાતને 500 કરોડ સુધીના રાહત પેકેજ અપેક્ષા

સૌરાષ્ટ્રથી લઈ દક્ષિણ ગુજરાતમાં વરસાદ
વિનાશક 'તાઉ-તે' વાવાઝોડું સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ટકરાયું એ બાદ અનેક જગ્યાઓએ વિનાશ વેરાયો છે. સૌરાષ્ટ્રથી લઈને દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લાઓમાં 8 કલાકની અંદર 5 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. ઉપરાંત ભારે પવનને કારણે વૃક્ષો ધરાશાયી થવાની સ્થિતિમાં રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. રાજ્યમાં ભાવનગર, વલસાડ, સુરત, અમરેલી, ભરૂચ, આણંદ, અમદાવાદ સહિતના જિલ્લાઓમાં વરસાદ નોંધાયો છે.

રાજ્યના 176 તાલુકામાં વરસાદ નોંધાયો
સ્ટેટ ઈમર્જન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગરના આંકડા મુજબ, આજે સવારે 6 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી રાજ્યના 23 જિલ્લાના 176 તાલુકામાં તાઉ-તે વાવાઝોડાને કારણે સામાન્યથી ભારે વરસાદ નોંધાયો છે, જેમાં ભાવનગર તાલુકામાં 5 ઈંચ, ઉમરગામમાં 4.8 ઈંચ, ઓલપાડમાં 4.5 ઈંચ, રાજુલામાં 4 ઈંચ, બોટાદ તથા સુરત શહેરમાં 3.7 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત અમદાવાદમાં 3 ઈંચ, સિંહોરમાં 3.6, હાંસોટ, પાલિતાણા, પારડી અને વલ્લભીપુરમાં 2.9 ઈંચ, ઉમરાળામાં 2.7 ઈંચ, વાપીમાં 2.5 ઈંચ વરસાદ પડ્યો હતો.

હેલિકોપ્ટરમાં બેસી વાવાઝોડા બાદની સ્થિતિનું નિરીક્ષણ શરૂ કર્યું.

વાવાઝોડા અને વરસાદને કારણે ભાઈ-બહેનનાં મોત
અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં વાવાઝોડા અને વરસાદને કારણે બે ભાઈ-બહેનનાં મોત નીપજ્યાં છે. સાણંદ શહેરમાં જોરદાર વાવાઝોડાની અસરને કારણે પવન ફૂંકાઇ રહ્યો છે. દેવીપૂજક વાસમાં રહેતા વિષ્ણુભાઈ ચુનારા અને મંજુબેન ચુનારા નામનાં બે ભાઈ-બહેન ઘર પાસે હતાં. પવનને કારણે પતરું ઊડીને વીજળીના લાઈવ વાયર પર પડ્યું હતું. પતરું બંને ભાઈ-બહેનના પર પણ પડતાં તેમને કરંટ લાગ્યો હતો, જેથી બંનેના ઘટનાસ્થળે જ મોત નીપજ્યાં છે. અમદાવાદ જિલ્લામાં ભારે પવન અને વરસાદથી છાપરાં અને કાચાં મકાન પણ ધરાશાયી થયાં હોવાના અહેવાલ મળ્યા છે.

No comments:

Post a Comment